Monday, March 12, 2012

To, Rachel (after break up)


અંધારામાં ઓગળી જવા, તમે જ રાત ઢાળી હશે;
તારલાઓની વચ્ચે, આ તમારી જ લટ સુંવાળી હશે.

લહિયો છું, "મારી આંગળીના ટેરવાને કોયલ કરું";
એમ કેમ ધાર્યું, રંગની જેમ, ફિતરત પણ મારી કાળી હશે !

ચુપ રહીશ, વાટ જોઇશ, છેક સુધી આજ વાત મનમાં રાખી;
જીવના સાટે, પ્રણની સાથે, મેં ગેરસમજણ પણ પાળી હશે,

અમારા નહિ તો બીજાના થયા, છો થયા, સુખી તો થયા;
અમે નહિ કોઈના, એક્કેક રાત કહો, કેમ કરી ગાળી હશે ?

મનભરી નિરખશું, મજાર પર જયારે આવશો મારી;
પત્થરની હોય તોય શું ? રાખી મેં એક તેમાં જાળી હશે !

No comments:

Post a Comment